નવસારી જીલ્લાના તાલુકા:
- નવસારી
- ચીખલી
- ગણદેવી
- વાંસદા
- ખેરગામ
- જલાલપોર
નવસારી જિલ્લાની નદીઓ: મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઔરંગા, ભૈરવી.
નવસારી જિલ્લાની મહત્વપૂર્ણ બાબતો
> પુસ્તકોની નગરી તરીકે જાણીતું
> જમશેદજી તાતાનું તેમજ દાદાભાઈ નવરોજજીનું જન્મસ્થળ.
> ગુજરાતની ચાર એગ્રીકલચર યુનિવર્સિટીમાંથી એક નવસારી ખાતે આવેલી છે.
> અમદાવાદથી દાંડી રુટને દાંડી હેરિટેજ રુટ જાહેર કરવામાં આવેલો છે.
> દાંડીકૂચનું સ્થળ દાંડી સ્મારક તરીકે વિકસાવવામાં આવેલું છે.
> રમણીય દરિયા કિનારો ધરાવતું ઉભરાટ નવસારી ખાતે આવેલ છે.
> મરોલી ખાતે કસ્તુરબા સેવા આશ્રમ આવેલો છે.
> ગરમ પાણીના ઝરા ધરાવતું સ્થળ ઉનાઈ નવસારીમાં આવેલું છે.
> કરાડી ખાતે ગાંધી કુટિર સંસ્થા આવેલી છે.
> ગણદેવી ખાંડના કારખાના માટે જાણીતું છે.
> બીલીમોરા કાગળ તથા લાકડાના ઉદ્યોગ માટે જાણીતું છે.
