મહીસાગર જિલ્લા વિશે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી

0

 મહીસાગર જિલ્લાના તાલુકા: 

  1. વીરપુર 
  2. ખાનપુર 
  3. સંતરામપુર 
  4. લુણાવાડા 
  5. બાલાસિનોર 
  6. કડાણા 


મહીસાગર જિલ્લાની નદીઓ : મહી, પાનમ 


મહીસાગર જિલ્લાની મહત્વપૂર્ણ વાતો 


> 2013માં ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના 

> મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે રૈયાલી ખાતેથી પ્રાગઐતિહાસિક કાળના ડાયનાસૉરના ઈંડા મળેલા છે.

> લુણાવાડા ખાતે આવેલા લુણેશ્વર મહાદેવ મંદિરમાં પાંડવો રહ્યા હતા એવી દંતકથા છે.

> આ ઉપરાંત લુણાવાડામાં કાલકા માતાની ટેકરી પણ આવેલી છે.

> વીરપુર ખાતે ગોકુળનાથ ના પગલાં તેમજ દરગાહ -એ -શરીફ આવેલી છે.

> મહી નદી ઉપર કડાણા અને વણાકબોરી સ્થળે બંધ બંધવામાં આવેલા છે.

> ઈ.સ. 1912માં આદિવાસી સમાજસુધારક ગોવિંદગુરુ તથા તેમના 1200 જેટલા ભીલ અનુયાયીઓની માનગઢ ખાતે અંગ્રેજ લશ્કર તથા સ્થાનિક રજવાડાઓના સંયુક્ત લશ્કર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ સ્થળે  ગોવિંદગુરુ સ્મૃતિવન આવેલું છે.

> લુણાવાડા ખાતે આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જોવા લાયક છે.
 
 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !