છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાઓ:
- છોટા ઉદેપુર
- સંખેડા
- જેતપુર પાવી
- કવાંટ
- નસવાડી
- બોડેલી
છોટા ઉદેપુર જિલ્લાની અગત્યની વાતો:
> લાકડાના કલાત્મક ફર્નિચર તેમજ રમકડાં માટે છોટા ઉદેપુરનું સંખેડા પ્રખ્યાત છે.
> છોટા ઉદેપુરના હાંફેશ્વરથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે.
> 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તાત્યા ટોપે એ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો.
> છોટા ઉદેપુરમાંથી વિપુલ પ્રમાણમાં ફ્લોરસ્પાર મળી આવે છે. છોટા ઉદેપુરના કડીપાણી ખાતે ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે.
> છોટા ઉદેપુરના છુછુપુરા ખાતેથી ડોલોમાઈટ નામનો લીલા રંગનો આરસ મળી આવે છે.
> છોટા ઉદેપુર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે.
છોટા ઉદેપુર જિલ્લાની નદીઓ: સુખી, ઓરસંગ, ઊંચ, હિરણ, નર્મદા, અશ્વિની.