ડાંગ જીલ્લા વિશે પરીક્ષાલક્ષી અને ઉપયોગી માહિતી

0

ડાંગ જિલ્લાના તાલુકા:

  1. ડાંગ 
  2. વધઈ 
  3. સુબીર 

ડાંગ જિલ્લાની મહત્વની વાતો 

> વસતી અને વિસ્તારની રીતે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો 

> વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો  

> રાજ્યમાં સૌથી વધુ વરસાદ મેળવતો જિલ્લો ડાંગ છે 

> સાગ તેમજ અન્ય ઇમારતી લાકડા માટે જાણીતું 

> ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઈ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલ છે 

> ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે. દર વર્ષે હોળીના સમયમાં તેનું આયોજન થાય છે. 

> ગુજરાતની એકમાત્ર લાકડા વહેરવાની સરકારી મિલ ડાંગના વધઈ ખાતે આવેલી છે .  
  
> ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે .

> વધઈ ને ડાંગનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે 


સાપુતારા 


> ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.

> સાપુતારાનો અર્થ થાય છે સાપનો નિવાસ 

> સાપુતારા સહ્યાદ્રિ ની પર્વતમાળામાં આવેલું છે .

> મધમાખી ઉછેર કેન્દ્ર સાપુતારામાં આવેલું છે 

> વાઘબારી અને ત્રિફળાવન પણ સાપુતારામાં આવેલા છે 

> ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ પણ સાપુતારા ખાતે સ્થિત છે 


ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ


> ડાંગના દીદી તરીકે ઓળખાતા પૂર્ણિમાબેન પકવાસા એ ઇ.સ. 1956માં શક્તિદળ ની સ્થાપના કરી હતી જે ઇ.સ. 1970 થી ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ ના નામથી ઓળખાય છે .

> કસ્તુરબા ગાંધીને જેલ માં અક્ષરજ્ઞાન પૂર્ણિમાબેન પકવાસાએ આપ્યું હતું.

> ગાંધીજીએ પૂર્ણિમાબેન પકવાસાને આશ્રમમાં હથિયાર રાખવાની છૂટ આપી હતી .


ડાંગ જિલ્લાની નદીઓ: પૂર્ણા, અંબિકા, સર્પગંગા, ખાપરી અને ગીરા. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !