આણંદ જિલ્લાના તાલુકાઓ:
- આણંદ
- બોરસદ
- આંકલાવ
- તારાપુર
- ખંભાત
- પેટલાદ
- સોજિત્રા
- ઉમરેઠ
આણંદ જીલ્લાની મહત્વની વાતો
> નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) નું મુખ્ય મથક આણંદ ખાતે આવેલું છે. જેની સ્થાપના લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં થઇ હતી.
> દેશભરમાં પ્રખ્યાત એવી ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) આણંદ ખાતે આવેલી છે.
> એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી આણંદ ખાતે આવેલી છે. અમૂલ ડેરીની સ્થાપના ત્રિભોવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અમૂલ ડેરીની સ્થાપનામાં યુનિસેફની મદદ પણ મળી હતી.
> AMUL - આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
> અમૂલનું માર્કેટિંગ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) સંભાળે છે.
> આણંદ શ્વેતક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે. શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયન અમૂલ ડેરી સાથે સંકળાયેલા હતા.
> ગુજરાતમાં સૌ પ્રથમ 1958 માં લૂણેજ માંથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.
> ગુજરાતનું સૌથી મોટું તાપ વિધુત મથક ધુવારણ આણંદ જિલ્લામાં આવેલું છે. જેની સ્થાપના મુખ્યમંત્રી બળવંત રાય મહેતા ના સમયમાં થઇ હતી.
> BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બોચાસણ ખાતે આવેલું છે
> આરોગ્ય માતા ખંભોળજ ખાતે આવેલું છે .
> WALMI સંસ્થા (Water and Land Management Institute) આણંદ ખાતે આવેલી છે .
ખંભાત
> પ્રાચીન સમયથી ખંભાત એક સમૃદ્ધ અને જાણીતું બંદર છે.> ખંભાતનું પ્રાચીન નામ સ્તંભતિર્થ હતું. ત્યાં તાળા અને પતંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે.
> માર્કોપોલો એ ખંભાતની મુલાકાત લીધી હતી.
> પ્રાચીન સમયમાં ખંભાત 'દુનિયાનું વસ્ત્ર' તરીકે ઓળખ પામેલું હતું.
> મોગલ બાદશાહ અકબર અને જહાંગીરે ખંભાતમાં દરિયા દર્શન કર્યું હતું .
વલ્લભ વિદ્યાનગર
> ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ આણંદ ના વલ્લભ વિદ્યાનગર માં શરુ થઇ હતી .
> વલ્લભ વિદ્યાનગરમાં કાચ ઉદ્યોગ વિકસેલો છે .
> વલ્લભ વિદ્યાનગરને શિક્ષણ નગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જાય છે .
બોરસદ
> બોરસદની પ્રજા પર નંખાયેલા પોલીસ ખર્ચના વિરોધમાં ઈ.સ. 1923માં બોરસદ સત્યાગ્રહ થયો હતો . આ વેરાને 'હૈડિયાવેરા' તરીકે ઓળખવામાં આવે છે .
નદીઓ
> સાબરમતી અને મહી
બંદર
> ખંભાત
